અમદાવાદઃ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, ઘુમા, નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. વરસાદના કારણે વીરાંજલિ કાર્યક્રમમાં ભંગ પડ્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી આયોજકોમાં દોડધામ મચી પડ્યો હતો.


અમદાવાદમાં વાવાઝોડાની જેમ તોફાની પવન ફૂંકાયો હતો. કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદ શહેર ઘેરાયું હતું. પ્રહલાદનગર, શ્યામલ, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય શિવરંજની, જોધપુર, સરખેજ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.


ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ 


અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર,અમરેલીના સાવરકુંડલા પંથકના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.


કમોસમી વરસાદને પગલે સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂતોનો ઉભો પાક બગડી ગયો હતો. કમોસમી વરસાદને લઇને ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોના વાડીપડામાં કાઢેલા ડુંગળીના પાથરા પાણીમાં તરબોળ થયા હતા. વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે.


રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર ડુંગલ ઝાપોદર સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના ઘાંડલા નજીક આવેલા ચિખલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.


બીજી તરફ ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદના કારણે ગામડાઓમાં ખેડૂતોની ચિંતા વધી હતી. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.


Gujarat Weather: હજુ બે દિવસ માવઠાથી નહીં મળે રાહત, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


Gujarat Weather:  હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.


અમરેલીમાં આજે માવઠું


અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં માવઠાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે.


કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન


સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રવિ પાકમાં સતત ત્રીજી વખત નુકસાન થયું છે. હજી સુધી ખેડૂતોને એક પણ રૂપિયો સહાય મળી નથી. ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં નુકસાન થયું છે.

કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું, અઢી વર્ષમાં સાત વખત કમોસમી વરસાદ વરસ્યો, મુખ્યમંત્રી સહાયમાંથી ખેડૂતને એક રૂપિયો પણ નથી ચૂકવાયો. સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે.