અમદાવાદઃ સરદારનગરમાં 3 યુવકોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ સિંધી નામના 3 શખ્સોની ધરપકડ કરી છે.
દહેગામ રહેતી પરિણીતા સાથે પ્રેમી મહેશ સિંધી અને તેના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાને છેલ્લા એક માસથી કુબેરનગરમાં રહેતા મેહેશ સિંધી સાથે પ્રેમસંબંધ હતો અને નોકરી જવાનું બહાનું આપીને તે પ્રેમીને મળવા જતી હતી. એક દિવસ એવું થયું કે પ્રેમીને ત્યાં આખો દિવસ રોકાયા બાદ સોડા કહીને તેને કૈફી પદાર્થ પિવડાવીને તેને પોતાના મિત્રો સાથે મળીને દુષ્કર્મ કર્યું હતું. આ મામલે મહેશ પ્રેમ અરજણદાસ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણેય ની ધરપકડ કરવામાં આવી છે.
પરિણીતા દહેગામમાં આવેલા એક ગામમાં રહે છે અને તે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે એક કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે. આ યુવતીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેને બે પુત્ર અને બે પુત્રી એમ 4 બાળકો છે. 31મી ઓક્ટોબરે પરિણીતા ઘરેથી નોકરીએ જવાનું કહીને કુબેરનગરમાં મહેશને ઘરે ગઈ હતી. ત્યાં અખો દિવસ રોકાઈ હતી, અને રાત્રે કૈફી પદાર્થ પીવડાવીને તેની સાથે 3 લોકોએ દુષ્કર્મ કર્યું હતું.
દહેગામની યુવતી નોકરીએ જવાનું કહીને અમદાવાદમાં પ્રેમીને મળવા આવી ને રાતે કઈ રીતે ત્રણ યુવકોએ બાંધ્યા શારીરિક સંબંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Nov 2020 04:49 PM (IST)
પરિણીતાને છેલ્લા એક માસથી કુબેરનગરમાં રહેતા મેહેશ સિંધી સાથે પ્રેમસંબંધ હતો અને નોકરી જવાનું બહાનું આપીને તે પ્રેમીને મળવા જતી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -