શહેરમાં પોષણ અને આહારવિજ્ઞાન પર રાષ્ટ્રીય સંમેલન યોજાશે
abpasmita.in
Updated at:
20 Dec 2019 09:49 PM (IST)
આ સંમેલન દેશમાં આહાર વિશેષજ્ઞો તથા પોષણ વિજ્ઞાનીઓનું સૌથી મોટું સંમેલન બની રહેશે. સુપ્રસિદ્ધ વક્તાઓ, જ્ઞાનસભર ચર્ચાઓ તથા તદ્દન નવા સત્રોએ આઈડીએકોન 2019ની સૌથી આગવી વિશેષતા છે.
NEXT
PREV
અમદાવાદઃ ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસિયેશનની ગુજરાત શાખા દ્વારા આગામી 19, 20 અને 21 ડિસેમ્બર, 2019ના રોજ ધ ફોરમ, ક્લબ 07, અમદાવાદ ખાતે ઈન્ડિયન ડાયટેટિક એસોસિયેશનની 52મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરાયું છે. નવી તકોની શોધ, આહાર સશક્તિકરણ, જીવનધોરણને સમૃદ્ધ બનાવવું, કોન્ફરન્સની થીમ તેના ત્રિપક્ષિય હેતુઃ સંશોધન, રોજિંદી પ્રેક્ટિસના પડકાર તથા સામુદાયિક જવાબદારીને આવરી લે છે.

ગર્ભાવસ્થામાં હાઈપરગ્લાયકેમિયા, બેરિયાટ્રિક ન્યુટ્રિશન, ટીએચએએનડીએવી (ટેકિંગ હિટ એન્ડ ડાન્સ ટુ એડોલ્સન્ટ્સ ફોર વિક્ટરી ઓવર એનસીડીસ), ઈન્ટિગ્રેટિવ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન ઈન ક્રિટિકલ કેર તથા ગટ એન્ડ બિયોન્ડ (ન્યુટ્રિશ્નલ ઈન્ટરવેન્શન્સ ઈન ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ ડિસીઝ) પરની કાર્યશિબિરો વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં થયેલી ઘટનાઓનો સર્વાંગી ચિતાર ઉપલબ્ધ બનાવે તે રીતે તૈયાર કરાઈ છે.
કોન્ફરન્સમાં મેદસ્વીતા, કેન્સર, પીડિયાટ્રિક ન્યુટ્રિશન, નેફ્રોલોજી, ડાયબિટીસ, ફૂડ ફોર્ટિફિકેશન, લિવરની તંદુરસ્તી, હૃદય સંબંધિત તંદુરસ્તી, હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન અને ફર્ટિલિટી, કુપોષણ તથા અન્ય અનેક વિષયો પર ચર્ચાઓ, પેનલ ડિસ્કશન્સ અને સંવાદ યોજાશે.
ક્લિનિકલ ડાયટેટિક્સ, એક્સપેરિમેન્ટલ ન્યુટ્રિશન, ક્લિનિકલ કેસ પ્રેઝન્ટેશન્સ, ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા કમ્યુનિટી ન્યુટ્રિશન જેવી વિવિધ શ્રેણીઓમાં દેશભરના યુવા વૈજ્ઞાનિકો દ્વારા શોધપત્રોની રજૂઆત કરાશે જે ફૂડ, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ ક્ષેત્રે વર્તમાન પ્રવાહોની જાણકારીની આપ-લે માટે મહત્ત્વનો મંચ ઉપલબ્ધ બનાવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -