Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં વળતર ચૂકવવા માટે ખુદ વાહન ચાલક જવાબદાર છે. માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. હાઇકોર્ટે કહ્યું હતું કે વીમા કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે વળતર વસૂલી શકે છે. બનાસકાંઠામાં 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. શરીરમાં 30 એમજી દારૂનું પ્રમાણ  મળે તો પણ રાજ્યમાં તે ગેરકાયદે છે.


ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાને કારણે 30 MG સુધીની ઓન મંજૂરી માન્ય ન હોવાની અરજદારના વકીલે રજૂઆત કરી હતી. આ કેસમાં રોંગ સાઇડથી બેદરકારી પૂર્વક આવી બોલેરો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં અન્ય કાર ચાલકને ગંભીર ઇજા થઈ હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર અકસ્માત કરનાર કારની ઇન્શ્યોરન્સ કંપની જ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી.


ટ્રીબ્યુનલે ચુકાદામાં કહ્યું હતું કે, કાર ચલાવતી વખતે ડ્રાઈવર નશામાં હોવાનું સાબિત થતુ નથી. વિમા કંપનીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એફઆઈઆર, ચાર્જશીટ, ફોરેન્સિક, રીપોર્ટના આધારે અકસ્માત વખતે ડ્રાઈવર નશામા હોવાનું પુરવાર થયુ હતું. બાદમાં વાહન ચાલકના વકીલે દલીલ કરી હતી કે લોહીમાં માત્ર 30 એમજી દારૂ મળી આવ્યો છે જે ખૂબ મર્યાદામાં છે. તો સામે વિમા કંપનીનાં વકીલે એવી દલીલ કરી હતી કે ગુજરાતમાં સંપુર્ણ દારૂબંધી છે અને કાયદા મુજબ સેવનની છૂટ નથી એટલે અમુક મર્યાદામાં પણ સેવન માન્ય ન ગણાય.


હાઈકોર્ટે કહ્યું હતું કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવાથી અમુક માત્રામાં પણ તેની છૂટ ન હોઈ શકે એટલે વળતર ચુકવવા વીમા કંપની જવાબદાર નથી. અદાલતે એમ પણ કહ્યું કે અકસ્માત વખતે ડ્રાઈવર નશામાં હતો તે ચાર્જશીટ અને ફોરેન્સિક રીપોર્ટમાં સાબિત થયું છે. તેથી વાહન ચાલક વળતર ચુકવવાની જવાબદારીમાંથી છટકી ન શકે.                                                  


Crime News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવામાં આવ્યો