અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ગુજરાતમાં હાલ, કોરોનાના 8202 એક્ટિવ કેસો છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ 25,892 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 1943 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 3579 એક્ટિવ કેસો છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 16829 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અમદાવાદમાં કુલ 1484 લોકોના કોરોનાથી મોત થયા છે.


અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસો સુરતમાં 1865 છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 3921 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કોરોનાથી કુલ 182 લોકોના મોત થયા છે. આ પછી વડોદરામાં સૌથી વધુ 669 એક્ટિવ કેસો છે. જેની સામે 1850 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી રાજકોટમાં 239 એક્ટિવ કેસો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ 157 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 13 લોકોના મોત થયા છે.

આ સિવાય 100થી વધુ એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરમાં 156, ભરુચમાં 148, ભાવનગરમાં 169, જામનગરમાં 120, જૂનાગઢમાં 105, મહેસાણામાં 141 પાટણમાં 100 અને વલસાડમાં 145 એક્ટિવ કેસો છે.