અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં નવા કેસો તો આવી રહ્યા છે , પરંતુ તેની સામે લોકો મોટી સંખ્યામાં સ્વસ્થ પણ થઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રવિવારે 3200 એક્ટિવ કેસની સામે સોમવારના રોજ અમદાવાદમાં 3153 એક્ટિવ કેસ થયા છે. પશ્ચિમ ઝોનમાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
આ સિવાય અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2, SVP હોસ્પિટલમાં 1 દર્દીનું મોત થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 1 દર્દીનું અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં 1 દર્દીનું મોત થયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કુલ આંક 21,017 એ પહોંચ્યો છે.
અમદાવાદમાં અલગ અલગ ઝોન દીઠ એક્ટિવ કેસ
ઝોન એક્ટિવ કેસ
પૂર્વ 463
પશ્ચિમ 606
મધ્ય 228
ઉત્તર 450
દક્ષિણ 460
ઉત્તર પશ્ચિમ 479
દક્ષિણ પશ્ચિમ 467
અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2020 01:52 PM (IST)
રવિવારે 3200 એક્ટિવ કેસની સામે સોમવારના રોજ અમદાવાદમાં 3153 એક્ટિવ કેસ થયા છે. પશ્ચિમ ઝોનમાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -