અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બપોરે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના પ્રહલાદનગર, શ્યામલ, વેજલપુર, સરખેજ, સાણંદ રોડ, એસ.જી. રોડ, આઇઆઇએમ રોડ, સેટેલાઇટ સહિતના પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે વિઝિબિલિટી લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છએ.
અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો કેશવબાગ, વસ્ત્રાલ, ખોખરા, ઘીકાંટા, નારોલ, જશોદાનગર, ઇસનપુર, વટવા, હાથીજણ, વિંઝોલ, બાપુનગરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે હાલ, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ જાણો કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2020 03:09 PM (IST)
શહેરના પ્રહલાદનગર, એસ.જી. રોડ, શ્યામલ, ઇસનપુર, નારોલ, હાથીજણ અને વિંઝોલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નારોલ-જશોદાનગરમાં ભારે પવન સાથે આ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -