અમદાવાદી યુવતીની ફરિયાદઃ NRI પતિ વીડિયો કોલ કરીને નગ્ન થઈને ઈ-સેક્સ માણવા કરે છે દબાણ, સાસુ-સસરા પણ...

તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેમના લગ્ન પછી તરત જ, તે મોડા ઘરે આવવા લાગ્યો અને નશાની હાલતમાં આવતો હતો.

Continues below advertisement

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારની 30 વર્ષીય મહિલાએ શનિવારે મહિલા પોલીસ (પશ્ચિમ) માં ફરિયાદ નોંધાવી હતી કે કેનેડામાં સ્થાયી થયેલા તેના પતિએ વીડિયો કોલ દ્વારા ઈ-સેક્સ માણવા માટે દબાણ કરતો હતો અને જ્યારે તેણે ના પાડી ત્યારે તેણી સાસરિયાઓએ તેને માર માર્યો હતો.

Continues below advertisement


મહિલાએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તે આરોપીઓને તેમના સમુદાયના મેરેજ બ્યુરો દ્વારા મળી હતી અને 21 ઓગસ્ટ, 2020ના રોજ લગ્ન કર્યા હતા.


તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેમના લગ્ન પછી તરત જ, તે મોડા ઘરે આવવા લાગ્યો અને નશાની હાલતમાં આવતો હતો.


તેણીએ કહ્યું કે તેણે તેમના લગ્ન પછી તે દારૂ પીને તેને હેરાન કરતો હતો અને 25 ઓગસ્ટ, 2020ના રોજ કોઈપણ જાણ કર્યા વગર કેનેડા ગયો હતો.

 


તેણીએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો કે, ‘જ્યારે તે કેનેડા પહોંચ્યો, ત્યારે તેણે મને અશ્લીલ સંદેશા મોકલવાનું શરૂ કર્યું અને સેલફોન પર સેક્સ ચેટની માંગ કરી. હું આ વાતને લઈને અનુકૂળ ન હોવાથી હું તેને નકારતી હતી.’


તેણીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ તે તેની સાથે સેક્સ ચેટ કરવામાં સહકાર આપતી નહોતી ત્યારે તે ફોન પર તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો.


તેણીએ આગળ કહ્યું કે, “તેણે મને ફોન કેમેરા સામે કપડાં કાઢવાનું કહેતા અશ્લીલ માંગણીઓ પણ કરી. જેમ મેં ના પાડી, તે મારા સાસરિયાઓને ઉશ્કેરતો હતો જે મને મારતા હતા.”


તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેને તેના પતિ સાથે વાત કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો અને તેનો મોબાઈલ છીનવી લીધો હતો.


મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેની પાસેથી દહેજમાં સોના અને પૈસાની માંગણી કરી હતી અને પુરતું દહેજ ન આપવા માટે તેને ટોણા મારતા હતા.


તેણીએ કહ્યું કે તેણીએ તેના પતિને કહ્યું કે તે તેને તેની સાથે કેનેડા લઈ જાય પરંતુ તેણે તેની માંગણી ન સ્વીકારી અને તેને કહ્યું કે તે તેને છૂટાછેડા આપવા માંગે છે.


આખરે મહિલા 17 ઓક્ટોબર, 2020 ના રોજ તેના માતાપિતાના ઘરે ગઈ અને તેના પતિ અને સાસરિયાઓ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે લોકોએ તેને છોડી દેતા આખરા તેણીએ પોલીસનો સંપર્ક કર્યો અને તેના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી.

 
Continues below advertisement
Sponsored Links by Taboola