નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના હાઇકમિશનર અજય બિસારીયાએ સરહદી વિસ્તારમાં આવેલા શીખના ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના ડેટા બાબા નાનકથી પાકિસ્તાનના ગુરુદ્ધારા દરબાર સાહિબ કરતારપુર સુધી એક કોરિડોર ખોલવાના પ્રયાસ હેઠળ આ પ્રવાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પોતાની પાકિસ્તાન યાત્રા દરમિયાન જ્યારે ત્યાંના સેના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને મળ્યા હતા જ્યારે બાજવાએ આ પ્રકારના કોરિડોર ખોલવાનો સંકેત આપ્યો હતો.
આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા સિદ્ધુએ કહ્યું કે, તે ગુરુનાનકજીની 550મી જન્મજયંતિ પર કરતારપુર સાહિબ સુધી કોરિડોર ખોલવા તૈયાર છે. પંજાબની પ્રજા માટે આનાથી મોટી કોઇ ખુશી હોઇ શકે નહીં. બાજવાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર ભારતના ડેરા બાબા નાનકથી પાકિસ્તાનના ગુરુદ્ધારા દરબાર કરતારપુર સુધી એક કોરિડોર ખોલવાનો પ્રયાસ કરશે. જેનાથી તીર્થયાત્રીઓને આવવા જવામાં મદદ મળશે.