Digital India: આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીના હસ્તે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો આજે 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા.


 






વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નો મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહ્યા. આ  ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’,  ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’,‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે.


 





સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું સંબોધન


સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો પ્રથમ ક્રમ આવ્યો છે. 2014 બાદ ડિજિટલ ઇન્ડિયાનો વિચાર પીએમ મોદીને આવ્યો. 2015માં ડિજિટલ ઇન્ડિયા વિકની શરૂઆત થઈ. ડિજિટલ ટેકનોલોજીના કારણે સરકારને ખૂબ ફાયદો થયો છે. ભારત સરકાર 16 વિભાગેને એક પ્લેટફોર્મ પર લાવી છે. સરકારની અનેક યોજનાઓનો લાભ ડિજિટલ રીતે મળી રહે છે. નાગરિકોને ઘર આંગણે જ ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે છે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળી રહે છે. આજે ગુજરાતની પંચાયત ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ બની છે. ડિજિટલ બાબતો સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે.


આ પણ વાંચોઃ


Gujarat Assembly Elections 2022: ઠાકોર મુખ્યમંત્રી માટે ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ-ભાજપ ઠાકોર મુખ્યમંત્રી ના આપે તો ગામડાંમાં પગ નહીં મૂકવા દઈએ, કોણે કર્યો આ હુંકાર ?


Mehsana:  મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......


Denmark Firing: ડેનમાર્કના શોપિંગ મોલમાં ગોળીબાર, ત્રણના મોત, હુમલાખોરની ધરપકડ