અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે જામનગરમાં સૌ પ્રથમ તેમણે જીજી હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ જાહેરસભાને સંબોધી હતી. જામનગર બાદ મોદી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ-દંતાલી, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદે 11 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું.


મોદીએ ગુજરાતીમાં આપ્યું ભાષણ

મોદીએ ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. ભારત માતાની જય બોલાવી તેમણે  હાજર જનમેદનીને સંબોધતા કહ્યું કે, કુંભના મેળાની સ્વચ્છતાની વિશ્વમાં નોંધ લેવાઇ. ફરી એકવાર દેશમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થતી જોવા મળી રહી છે. યુવા શક્તિને આધ્યાત્મિક શક્તિ તરીકે જોઉ છું.  મા ઉમિયાના ચરણોમાં હું વંદન કરવા આવ્યો છું.  પીએમ મોદીએ ભ્રૂણ હત્યા વિશે વાત કરતા જણાવ્યું કે, જો આપણે માતા ઉમિયાની પુજા કરતા હોય, અને ભ્રૂણ હત્યા કરીએ તો માતા ઉમિયા આપણને માફ કરે કે ના કરે. કેમ ચૂપ થઇ ગયા. કહીને જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, હું પહેલા ઉંઝાના લોકોથી ખૂબ નારાજ રહેતો હતો. કારણ કે દીકરીઓની સંખ્યા ઉંઝામાં ખુબ જ ઓછી હતી. જેના કારણે હું તેમને ખુબ ઠપકો આપતો હતો. આ સાથે પીએણ મોદીએ સ્ત્રી ભ્રૂણ હત્યાને લઇને શપથ લેવડાવ્યા હતા, કે આપણે ક્યારેય ભ્રૂણ હત્યા નહી કરીએ. હવે આ પાપ આપણે નહીં કરીએ. પીએમ મોદીએ કહ્યું કે, દીકરી હંમેશાં સમાજમાં આગળ છે. સૌથી વધુ ગોલ્ડ પણ દીકરીઓ લાવે છે. પછી તે ભલે ગમે તે ક્ષેત્રમાં હોય. આજે લોકોના મનમાં એવું હોય છે કે દીકરો હશે તો ઘડપણ સારું જશે. પરંતુ આજે ચાર ચાર બંગલાઓ હોવા છતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે.  2019 પછી પણ હું જ છું, ચિંતા ન કરતાં.


મોદીએ સરદારનું સ્ટેચ્યૂ બનાવી વિશ્વમાં પાટીદારોનો ડંકો વગાડ્યોઃ નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી સીએમ નીતિન પટેલે ભારત માતા કી જયથી સૂત્રોચ્ચાર કરી પોતાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે,  કોઇ દેશ એવો નથી કે જ્યાં પાટીદાર પહોંચ્યો ન હોય. આપણે સરદાર વલ્લભભાઇનાં વારસો છે. આપણે પીએમ મોદીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે તેમના કારણે જ દુનિયાની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી છે. પીએમ મોદીએ સરદારનું સ્ટેચ્યૂ બનાવીને આખા વિશ્વમાં પાટીદારોનો ડંકો વગાડ્યો, તેવી રીતે ઉમિયા ફાઉન્ડેશનમાં પીએમ મોદીએ હાજર રહીને પાવન કર્યું  છે. સ્ટેજ પરથી લાખો લોકો વતી પીએમને શુભેચ્છા પાઠવી હતી.


વાંચોઃ જામનગરમાં નરેન્દ્ર મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું કર્યું ઉદઘાટન

4,000 બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને 11,000 યજમાનોએ મા ઉમિયાનું પૂજન કર્યું હતું. આ મહા ભૂમિપૂજન સ્થાને 41 ફૂટ ઊંચાઈની મા ઉમિયાની પ્રતિમા મૂકવામાં આવી છે. સાથોસાથ 51 ફૂટ ઊંચાઈના ત્રિશૂળનું પૂજન પણ કરવામાં આવ્યું છે.

નીતિન પટેલે મોદીને સ્ટેજ પર ઊભા રાખી કોની કરાવી ઓળખાણ? જુઓ વીડિયો


અમદાવાદ એરપોર્ટ પર PM મોદીએ કોની સાથે કરી લાંબી વાત? જુઓ વીડિયો