અમદાવાદ:  ગુજરાતી નાટક અને ફિલ્મ અભિનેતા મુકેશ રાવલનું મુંબઈમાં અવસાન થયું છે. હાલ સૂત્રો પાસેતી જાણવા મળેલી માહિતી પ્રમાણે તેમનું મૃત્યુ આત્મહત્યા હોય તેવી શક્યતા છે. મુકેશ રાવલે ગુજરાતી તખ્તા પર અનેકવિધ ભૂમિકાઓ કરી હતી.

રામાનંદ સાગરની 'રામાયણ' ટીવી સિરિયલમાં વિભીષણની ભૂમિકાથી તેઓ ઘેર-ઘેર જાણીતા થયા હતા. દિવંગત મુકેશ રાવલના પત્ની સાથે થયેલી વાતચીત મુજબ, તેઓ બેંકમાં પૈસા ઉપાડવા માટે કાંદીવલીથી ઘાટકોપર જતા હતાં. તેમનો મૃતદેહ કાંદીવલી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. એક ચર્ચા મુજબ, મુકેશ રાવલનું ટ્રેનમાં પડી જવાથી અવસાન થયું છે.