અમદાવાદની ઘટના પર દુખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદના એક ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે જાણીને દુખ થયું. મૃતકોના પરિવારને મારી સાંત્વના અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રભુને પ્રાથના
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને GPCBના ચેરમેન સંજીવ કુમારને જવાબદારી સોંપી છે. તો મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગૂમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં વિકરાળ આગ ફાટી નીકળતી તો આસપાસના નવ ગોડાઉનની છત અને દિવાલો ધરાશયી થઈ. આગની લપેટ અને ગરમીને લીધે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાથી દિવાલ પડી અને નીચે ઉભેલા લોકો દટાયા હતા. જે લોકો ઉભા ઉભા આગ જોઈ રહ્યા હતા અને રેસ્ક્યૂની કામગીરી જોતા હતા, ત્યારે જ દિવાલ ખાબકી હતી. જેમાં અનેક લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયા હતા, જ્યારે 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
ઘટના બાદ તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર જ ધમધમતા હતા ફેક્ટરી અને ગોડાઉન અંદર પણ ન હતી ફાયર સેફ્ટી. મોટી વાત તો એ કે નોંધણી વિના જ ચાલતી આ ફેક્ટરી અને ગોડાઉનને લઈ મહાનગરપાલિકાના વિભિન્ન વિભાગ ઊંઘતા રહ્યાં.