બપોરે શાહીબાગ સરદાર સ્મારક ખાતે પ્રિયંકા ગાંધી આવી પહોંચતાં તેઓ પરા રાઠોડને મળ્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ તેના પર વ્હાલ વરસાવી કેટલામાં ભણે છે તેમજ તેના ભવિષ્ય માટે ‘બેસ્ટ ઓફ લક’ કહ્યું હતું. પરા પણ પ્રિયંકા ગાંધીને મળીને ખુશ થઈ ગઈ હતી. પાંચ મિનિટ જેટલો સમય બાળકી સાથે તેઓએ વિતાવ્યો હતો.
યુથ કોંગ્રેસના ભાવિનસિંહ રાઠોડની ચાર વર્ષની પુત્રી પરા રાઠોડે પ્રિયંકા ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી 28 માર્ચના રોજ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીને CWCની બેઠકમાં મળવા સમય લેવાં આવ્યો હતો. જોકે CWCની બેઠક મુલતવી રહેતા તેની ઈચ્છા અધૂરી રહી હતી. 12 માર્ચે CWCની બેઠક નક્કી થતાં દિલ્લીથી પ્રિયંકા ગાંધીએ બાળકીને મળવા જણાવ્યું હતું.