અમદાવાદ:  રાજસ્થાન સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલ રાઇટ ટુ હેલ્થ બિલનો દેશભરના ખાનગી તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે. ન માત્ર રાજસ્થાન પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દેશભરની તમામ બ્રાન્ચને આ બિલનો વિરોધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે સંદર્ભે આજે ગુજરાત, રાજસ્થાન અને દેશભરમાં કાળી રીબીન પહેરીને ડોક્ટરો પોતાની કામગીરી કરી રહ્યા છે. 


ડોક્ટરોનો તર્ક છે કે જીવનભર તેઓ મહેનત કરી અભ્યાસ કરીને ડોક્ટર બનતા હોય છે તેવામાં આ પ્રકારના કાયદા પસાર કરવા એ યોગ્ય નથી. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની આરોગ્ય લક્ષી યોજનાઓ પણ કાર્યરત હોય છે, તેમ છતાંય ખાનગી ડોક્ટરો પર પણ વિનામૂલ્ય દર્દીઓની સારવાર કરવાનો નિર્ણય એ અસ્થાને છે. જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરોનો એ પણ તર્ક છે કે જે કામ સરકારનું છે એ ખાનગી ડોક્ટર ઉપર થોભવાનું કામ કરી રહી છે. સરકારને હવે જરૂર છે એટલે કે સરકાર પોતાના સ્વાર્થ અને ફાયદા માટે આ પ્રકારનો કાયદો રાજસ્થાનમાં લાવી રહી છે જે યોગ્ય નથી જેથી રાજસ્થાનના તમામ ડોક્ટરોના સમર્થનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમની સાથે આજે વિરોધમાં જોડાયું છે. 


Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો


રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે.  બુધવારથી  ફરી કમોસમી વરસાદ વરસશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે. 


30 માર્ચના અમદાવાદ,  ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી,  દ્વારકા,  બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.


જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે.  ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે અમદાવાદ,  ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે.