Ahmedabad News: અમદાવાદમાં શહેરમાં રેપીડો, ઓલા, ઉબેરની બાઇક અને કાર  સર્વિસ બંધ કરવાનો નિર્ણય RTOએ લીધો છે. સર્વિસ બંધ થતાં સર્વિસનો ઉપયોગ કરતાં ગ્રાહકોને પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. જાણીએ ક્યાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેથનિય છે કે, આરટીઓને ફરિયાદો મળતા અમદાવાદ આરટીઓએ આ નિર્ણય લીધો છે. ઘણા સમયની  રીક્ષા ચાલકોની માંગણી સામે RTOએ બાઈક ટેક્સી બંધ કરાવવાનો  નિર્ણય કર્યો છે. આગામી એક માસ સુધી એપ્લિકેશન મારફતે ચાલતી બાઈક ટેક્સી  હવે  બંધ થશે પરંતુ રીક્ષા સર્વિસ ચાલુ રહેશે.
ત્રણ એપ્લિકેશન કંપનીઓએ RTO પાસેથી થ્રી વ્હીલર રીક્ષા ચલાવવાનું એગ્રીગેટર લાયસન્સ મેળવેલ છે. એક પણ કંપનીએ ટુ-વ્હીલર ચલાવવા માટેનું લાઇસન્સ RTO પાસેથી મેળવેલ નથી. ગુજરાત સરકારના મોટર વિહકલના કાયદામાં રહીને ત્રણે કંપનીને નોટિસ મોકલવામાં આવી હતી. કાયદા અને નિયમો અનુસાર કંપની અનુસરશે તો જ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય આરટીઓએ લીધો છે. આગામી સમયમાં નોટિસનો ખુલાસો નહીં કરે તો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં                                                       


રેપિડો બાઇક પર પણ પ્રતિબંધ


શહેરમાં રેપિડો અને ઉબેર સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા જોગવાઈના ભંગ બદલ રેપિડોને 30 દિવસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઉબેરને 15 દિવસમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ બંધ કરવાની બાંહેધરી આપવા કહ્યું. શહેરમાં રિક્ષા એસોસિએશને ખાનગી એગ્રીગેટર કંપનીઓના નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર બાબતે અનેક રજૂઆતો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.અમદાવાદ શહેરમાં રેપિડો, ઉબેર સહિતના ઓનલાઈન એપના માધ્યમથી લોકો પરિવહન કરતા થયા છે. આ દરમિયાન રિક્ષા ચાલકોએ આરટીઓમાં રેપિડો અને ઉબેર જેવી ઓનલાઈન સેવાને લઈને અનેક રજૂઆતો કરી હતી. શહેરમાં સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગ કરવાની સાથે એગ્રીગેટરની જોગવાઈનો ભંગ કરવા બદલ રેપિડો અને ઉબેર સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો 


HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?