Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા એમએમસીની પોલ ખુલ્લી છે. અમદાવાદમાં મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ચમનપુરા વિસ્તાર પણ જળમગ્ન બન્યું છે. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો પાણીમાં ફસાયા છે. અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સતાધાર ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે.
AEC અન્ડરપાસ પાસે પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ બંધ કરવામાં આવ્યો છે. શહેરમા બાકીના અંડરપાસ ખુલ્લા છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદે અમવાદને જળમગ્ન કરી દીધું છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાડજ, રાણીપ, ન્યૂ રાણીપ, ચેનપુર, ગોધરેજ ગાર્ડન સીટી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.અમદાવાદ શહેરના એરપોર્ટ,નરોડા,નરોલ સહિતના વિસ્તારોમાં ઘનઘોર વાદળો વચ્ચે વરસાદ વરસતા વિઝિબિલિટિ ઘટી ગઇ છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, આ કારણે ફરી એકવાર રાજ્યના મોટાભાગના ડેમો, જળાશયો અને તળાવો ફૂલ થઇ જવાની સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં દક્ષિમ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ફરી એકવાર કેર વર્તાવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થયો છે, અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે.રાજ્યમાં ભારે વરસાદના કારણ કડાણા ડેમ ઓવરફ્લૉ થવાની સ્થિતિ પેદા થઇ છે, હવે કડાણા ડેમમાંથી સાડા ચાર લાખ પાણી છોડવામાં આવશે,
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો
Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી