અમદાવાદઃ નવો ટ્રાફિક કાયદો અમલમાં આવ્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લકઝુરિયસ કાર ડિટેન કરી હતી. અભિયાન અંતર્ગત પૂરતા પુરાવા રજૂ ન કરી શકનારા વાહનચાલકોની ગાડીઓ જમા લેવામાં આવી હતી. આવી જ એક 2 કરોડ રૂપિયાની કિંમતની પોર્શે કારને 45 દિવસ પહેલા હેલ્મેટ સર્કલ પાસેથી ડિટેન કરવામાં આવી હતી.

અમદાવાદ પોલીસે ટ્વિટર હેન્ડલ પર આ ડ્રાઇવની માહિતી પણ આપી હતી કારને મેમો આપ્યા બાદ RTO દ્વારા 27 લાખ 68 હજારનો દંડ વસુલ કર્યો છે. જે ભારતનો સૌથી વધારે દંડ છે.  પોલીસએ જ્યારે આ કારચાલકને મેમો આપ્યો ત્યારે તે આરટીઓમાં ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો હતો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઇ હતી. કારચાલક પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી આરટીઓએ તેની પાસેથી 27. 68 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. જેમાં 16 લાખ રૂપિયા રોડ ટેક્સ, 7 લાખ 68 હજાર રૂપિયા ટેક્સ પર વ્યાજ, 4 લાખ રૂપિયા પેનલ્ટી અને 25 ટકા ઓરીજનલ ટેક્સ એમ આરટીઓએ આટલો ટેક્સ વસુલ કર્યો છે.


ટ્રાફિક પોલીસ દ્વારા યોજેલી ડ્રાઇવમાં લક્ઝુરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી.

રાશિદ ખાને T-20 ક્રિકેટમાં લીધી વધુ એક હેટ્રિક, વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયામાં મચાવી સનસની