આ મામલે મળતી માહિતી પ્રમાણે, સ્વામિનારાયણ મંદીરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે. આ સમાચાર તેમના જ શિષ્યોએ મંદિરમાં લઈને આવ્યા હતાં. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઇને ફરાર થઈ ગયા હતાં.
આ પહેલા માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરૂકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થયા હતાં. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસનાં હવાલે કર્યો હતો.