અમદાવાદ: સાણંદની પરણીતા પતિને તેની પ્રેમિકા સાથે જોઇ જતાં બંને મૂઢ માર મ્યો હતો અને મારી નાંખવાની ધમકી આપતાં હોબાળો મચી ગયો હતો. પુત્રે પિતાને મળવાની જીદ કરતાં માતા અન્ય જગ્યાએ રહેતા પતિ પાસે લઈ ગઈ હતી. જોકે, પત્ની પ્રેમિકા સાથે જોઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ઢોર માર માર્યો હતો. આ અંગે પરિણીતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પારુલબા વાઘેલાએ પોતાના પતિ ઈંદ્રજિતસિંહ વાઘેલા અને તેઓની સાથે આડા સબંધ રાખનાર ધોળકા પોલીસ સ્ટેશનના મહિલાકર્મી હીનાબેન અશ્વિનભાઈ રાવલ વિરુદ્ધ પોતાને મૂઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. સાણંદની રાધેવિહાર સોસાયટીમાં રહેતા પારુલબાના 17 વર્ષ પહેલા મૂળ સાણંદ તાલુકાના રેથલ ગામના વતની ઇંદ્રજીતસિંહ વજુભા વાઘેલા સાથે થયા હતા. ઇંદ્રજીતસિંહ વાઘેલાને હીનાબેન રાવલ સાથે આડા સબંધ હોઈ પારુલબા પોતાના 13 વર્ષના પુત્ર સાથે સાણંદની રાધેવિહાર સોસાયટીમાં અલગ રહે છે.
શુક્રવારે દીકરાએ પિતાને મળવાની જીદ કરતાં સ્કાયલાઇન એપાર્ટમેન્ટમાં રહેતા પતિને ત્યાં લઇ ગયા હતા. દીકરો પિતાની ગાડી છે કે નહી તે જોવા પાર્કિંગમાં ગયો હતો. જ્યારે પારૂલબા ચોથા માળે ગયા હતા. મકાનનો દરવાજો અડધો ખુલ્લો હોવાથી પારૂલબાએ મકાનમાં પ્રવેશ કરતાં પતિ અને પ્રેમિકા હીના હતી. જે લોકો પારૂલબાને જોઈ એકદમ ચોંકી ઉઠયા હતા. તું અહીં કેમ આવી છે તેમ પતિએ કહેતાં હીનાએ આજે જ આને પતાવી દો તેમ કહી બંને એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ તે ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે, પારૂલબાને મુઢ માર મારતાં બૂમાબૂમ કરતાં હીના ત્યાંથી ભાગી છૂટી હતી. પતિએ તેણીને ઢસડીને ફલેટની બહાર ફેંકી દીધી હતી.
ઇંદ્રજીતસિંહ અને હીનાબેન હાજર હોઈ પારુલબાને જોઈ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને બંનેએ થઇ પારુલબાને મૂઢ માર મારતા પારુલબાના પિતા નવલસિંહ અને અન્ય લોકો દ્વારા પારુલ બાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પારુલબાએ પતિ ઇંદ્રજીતસિંહ વાઘેલા અને હીનાબેન રાવલ વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ મહિલા કોન્સ્ટેબલ હીનાબેન રાવલે પારુલબાના પક્ષના કુલ છ ઈસમો નવલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, પારુલબા ઝાલા, અમરતબેન ઝાલા , રૂપલબેન ઝાલા અને પ્રજ્ઞાબા વિરુદ્ધ હાઇકોર્ટમાં કવોસીંગ દાખલ કરેલ હોઈ તેની અદાવત રાખી અને પહેલી ઓક્ટોબરે એકલીગજી રોડ પર તેમનું એક્ટિવા આંતરી ઉપરોક્ત છ ઈસમોએ ગેર કાયદે મંડળી રચી પોતાને મૂઢ માર મારી કપડાં ફાડીને મોબાઈલમાં વિડીયો ઉતારીને બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.