અમદાવાદઃ ST બસ અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2020 10:44 AM (IST)
બસના ડ્રાઈવરને અન્ય વાહનચાલકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. બસ સાથે અથડાતા રીક્ષાના કુરચો થઈ ગયો હતો.
અમદાવાદઃ શહેરના વટવા gidc માર્ગ પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. નિરમા કંપની પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. બસના ડ્રાઈવરને અન્ય વાહનચાલકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. બસ સાથે અથડાતા રીક્ષાના કુરચો થઈ ગયો હતો. દાહોદથી કચ્છના મુંદરા બંદર જઈ રહેલી સરકારી એસટી બસે અકસ્માત કર્યો હતો. વાહનચાલકોએ જશોદાનગરથી બસ ડ્રાઈવરને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત થતા બસમાં સવાર મુસાફરો રસ્તા પર જ અટવાયા હતા.