પરંતુ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક મેસેજ મોકલતા વેજલપુર પોલીસ સરખેજ પોલીસ વાસણા પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈ પોલીસે ગુલાબ નગર અને અપનાનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાર બાદ 10થી વધુ માણસોની ધરપકડ કરી હતી.
આ અંગે વાત કરતા ડીસીપી ડામોરે જણાવ્યું હતું કે, પોલીસ લોકડાઉનનો અમલ કરાવી રહી હતી ત્યારે જ પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે હુમલાખોરો પૈકી 12 કરતાં વધારે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ પોલીસ ઉપર થયેલા હુમલાની ગંભીરતાથી નોંધ લઈ જુહાપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ દોડી આવી હતી. આ અંગે વેજલપુર પોલીસે ટોળા વિરુદ્ધ રાયટિંગનો તેમજ પોલીસ ઉપર હુમલો સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.