Teachers’ Day 2024 Live Updates: આજે શિક્ષક દિવસે રાજ્યના 28 શિક્ષકોનું થશે સન્માન, રાજ્યપાલના હસ્તે અપાશે રોકડ પુરસ્કાર
Teachers’ Day 2024 Live Updates: આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે.
શિક્ષક દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં. મુખ્યમંત્રીએ પણ શિક્ષક દિવસના અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સુરતમાં છેલ્લા ૨૧ વર્ષથી શિક્ષણ જગતમાં કાર્યરત ગિરિજા શંકર ઉપાધ્યાય ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. તેઓ શાળા છોડી દેનારા ગરીબ અને કામદારોના બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. ૨૧ વર્ષમાં ૫૦૦૦ બાળકોને મફતમાં શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે.
આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા. દિવ્યાંગ બાળકીએ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી મે આ નોકરીનો સ્વીકાર કર્યો હતો. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.
શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોનું રાજ્ય કક્ષાએ, ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાએ અને બે શિક્ષકોને તાલુકા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાશે. અમદાવાદ જિલ્લા કક્ષાનો શિક્ષક સન્માન સમારંભ ડીપીએસ સ્કૂલ, બોપાલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાની અધ્યક્ષતામાં યોજાનાર છે.
આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા
અમેરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી હતી. તેમણે કહ્યું હતું કે “હું શિક્ષણમાં ઇનોવેટિવ કામ કરવા માંગતો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ મને એ કામ માટે પ્રેરણા અને ઊર્જા આપી હતી. “પ્રવેશોત્સવ એ ગુજરાત સરકારનો સફળ કાર્યક્રમ છે, બાળકના જીવનનો તે ઉત્તમ ઉત્સવ છે” શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ ચંદ્રેશકુમારે પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 આપવામાં આવશે.
5 સપ્ટેમ્બરના રોજ દેશના 50 શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. દેશના 50 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક સાવરકુંડલા તાલુકાના બાઢડાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઇ છે.
આજે શિક્ષક દિવસે પ્રવિણાબેન પાટણવાડિયાને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક અપાશે. પ્રવિણાબેન નાંદોદ તાલુકાની જીઓરપાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા છે. બાળકોની અભ્યાસમાં રસ અને રૂચી વધારવા દરરોજ નવી-નવી પ્રવૃતિઓ, પદ્ધતિઓ, નાટકો અને ગીતો થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.
આજે શિક્ષક દિવસે સાબરમતી પ્રાથમિક શાળા નંબર 7ના ભાષા શિક્ષક ડૉ. કેતન ઠાકોરને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાશે. એક સમયે માંડ પાંચ- છ વૃક્ષો ધરાવતી શાળા આજે 500થી વધુ છોડ અને વૃક્ષની હરિયાળીથી શાળા ખીલી ઉઠી છે. વંચિત વર્ગના બાળકો સુધી મધ્યાહન ભોજન સહિતની સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રી હસ્તે. 51 હજાર રૂપિયાનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -