તાજેતરમાં રવિવારે અમદાવાદમાં સાઇકલ ફોર ચેલેજ યાત્રા યોજાઈ હતી. પ્રારંભ અને અંત બિંદુ વિનાની આ અનોખી સાયકલ યાત્રામાં શહેરીજનોએ ફીટ રહેવાનો મેસેજ આપ્યો હતો. જોકે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા દ્વારા આદેશ આપ્યા બાદ ડેપ્યુટી કમિશનર નીતિન સાંગવાન પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.
નોંધનીય છે કે, રવિવારે 2,800 સાયક્લિસ્ટે સાયક્લિંગ કરી બીજાને હેલ્ધી રહેવાનો મેસેજ આપ્યો હતો. એએમસીના સ્માર્ટ સિટી અમદાવાદ અને માય બાઈક દ્વારા ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ અંતર્ગત આ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મણિનગર, વસ્ત્રાપુર, સેટેલાઈટ, ખાડિયા, મોટેરા વગેરે જેવા વિસ્તારથી શહેરીજનો જોડાયા હતા. આ રાઈડમાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો. લોકોએ પોતાના ઘરની આસપાસ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 3 કિમીથી લઈને 20થી વધુ કિમી સાયક્લિંંગ કર્યું હતું.