અમદાવાદઃ અમદાવાદ શહેરમાં જીજાજી અને સાળીનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરના વાસણામાં જીજાજી અને સાળી વચ્ચે વિવાદ પેદા થયો હતો. બંન્નેએ એકબીજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી. જીજાજીએ વોટ્સએપ પર સાળીને મેસેજ કરતા વિવાદ પેદા થયો હતો. સાળીએ જીજાજી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા ગયેલા જીજાજી અને બહેન સાથે ફરિયાદી યુવતીએ ઝપાઝપી કરી હતી. જો કે મહિલા પોલીસ હાજર હોવાથી વધુ મારામારી થતા અટકાવી દીધી હતી. ફરિયાદી સાળીનો દાવો છે કે તે રાજકીય પાર્ટી સાથે જોડાયેલી છે અને સમાજ સેવા કરે છે.


યુવતીએ એ તેના જીજાજી વોટ્સએપ પર મેસેજ કરીને છેડતી કરી હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે બન્ને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી એક યુવતી ખાનગી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમનો પતિ શાકભાજીનો હોલસેલ વેપાર કરે છે. વાસણા પોલીસ સ્ટેશનમાંથી તેમના પતિને ફોન આવ્યો કે તેમની સાળીએ અરજી કરી છે. તે અનુસંધાને જવાબ લખાવવા પોલીસ સ્ટેશન આવજો. જેથી યુવક પોલીસ સ્ટેશન નિવેદન નોંધાવવા ગયા હતા. એ સમયે તેની સાળી ત્યાં આવી હતી અને પોતાની સગી બહેન અને જીજાજી સાથે બોલાચાલી કરી હતી. પોલીસની હાજરીમાં જ યુવતીએ તેની બહેનને ધમકી આપતા ધરપકડ કરવામાં આવી હતી. તો યુવતીએ તેના જીજાજી વિરુદ્ધ જ છેડતીની ફરિયાદ કરતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.


અમદાવાદમાં વરસ્યો વરસાદ


અમદાવાદમાં લાંબા સમચ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરીજનો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતાં લોકોને હાલ ગરમીથી છૂટકારો મળ્યો છે. અમદાવાદના થલતેજ, બોપલ, ગોતા, પ્રહલાદનગર, રાણીપ, ઘાટલોડિયા, નિકોલ, ચાંદખેડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.