Ahmedabad News: અમેરિકાના રાજદૂત એરીક ગાસેંટી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન હતા. તેઓ પૌરાણિક અને આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેશે. અમદાવાદમાં હેરિટેજ વોક દરમિયાન ચા ની ચૂસકી તેમજ ગાંઠિયાનો સ્વાદ માણ્યો હતો.
આધુનિક સમયમાં રોકાણના ઘણા વિકલ્પો ખુલ્યા છે. જો નાની ઉંમરમાં જ રોકાણ શરૂ કરવામાં આવે તો પછીથી કોઈ સમસ્યા નથી. મોટાભાગના લોકો મોટી ઉંમરે તેમના રોકાણનો વિકલ્પ શરૂ કરે છે, જેના કારણે તેઓ સારી રકમ એકઠા કરવાની તક ગુમાવે છે.
નાની વયમાં રોકાણ કરીને કરોડો રૂપિયા કમાઈ શકાય છે. અહીં બતાવવામાં આવ્યું છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડની SIP સાથે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો નિવૃત્તિની ઉંમર સુધી તમને કરોડો રૂપિયા મળશે. જો તમે ધોરણ 10 કે 12માં છો તો તમારા માટે કરોડો રૂપિયા જમા કરાવવાની સારી તક છે.
ધોરણ 10 થી SIP દ્વારા રોકાણ
જો તમે વિદ્યાર્થી છો અને ધોરણ 10 થી રોકાણ કરવા માંગો છો, તો તમે દરરોજ 50 રૂપિયાની બચત કરવાનું શરૂ કરી શકો છો. દરરોજ 50 રૂપિયા એટલે કે તમારા ખાતામાં દર મહિને 1500 રૂપિયા જમા થશે. આ રકમ દર મહિને મ્યુચ્યુઅલ ફંડ માટે સારી હોઈ શકે છે.
કેટલી રકમ જમા થશે
ગણતરી મુજબ, 45 વર્ષ સુધી અથવા 60 વર્ષની નિવૃત્તિની ઉંમર સુધી દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરીને, વ્યક્તિ 12%ના વાર્ષિક વળતર સાથે 3.32 કરોડ રૂપિયાની મોટી રકમ જમા કરી શકે છે. જો આ વળતર 10% રહે છે, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમારી જમા રકમ 1.5 કરોડ રૂપિયા થઈ જશે.
ધોરણ 12 પછી રોકાણ
જો તમે ધોરણ 12 પછી SIP દ્વારા રોકાણ કરવાનું શરૂ કરો છો અને જો તમારી ઉંમર 17 થી 19 વર્ષની વચ્ચે છે તથા દર મહિને રોકાણ 1500 રૂપિયા છે તો 40 વર્ષની ઉંમર સુધી તમને 12% વળતર પર 1.78 કરોડ રૂપિયા મળી શકે છે. તે જ સમયે, 10 ટકાના વાર્ષિક વળતર પર, 60 વર્ષની ઉંમર સુધી 95 લાખ રૂપિયા એકત્રિત કરી શકાય છે. જો કે, જો તમે જોખમ વિના રોકાણ કરવા માંગતા હો, તો તમે PPF NSC જેવી સરકારી યોજનાઓમાં રોકાણ કરી શકો છો.
Disclaimer: (અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)