અમદાવાદ: રવિવારે રાતે અમદાવાદના વસ્ત્રાપુરમાં એક 42 વર્ષની મહિલાએ દારૂ પીધા બાદ પેઈંગ ગેસ્ટમાં હોબાળો મચાવ્યો હતો જેની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. મહિલાએ હંગામો મચાવ્યા બાદ આસપાસા લોકો પણ ઘરની બહાર આવી ગયા હતાં. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
વસ્ત્રાપુર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હોટલની સામે નેબુલા હાઉસમાં ચાલતા પેઈંગ ગેસ્ટમાં હોબાળો મચ્યો હોવાની જાણકારી આપવામાં આવી હતી. જેના કારણે અમે LRDમાંથી મહિલા કોન્સ્ટેબલને લઈને ત્યાં પહોંચ્યા.
પોલીસ અહીં પહોંચીને જોયું તો PGમાં રહેતી એક મહિલા તેના માલિકને ગાળો આપી રહી હતી. વધુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા નાગપુરની વતની છે અને અમદાવાદમાં કોલ સેન્ટરમાં જોબ કરી રહી છે. તેણે PG માલિક સાથે પૈસા બાબતે કોઈ મતભેદ ચાલતો હતો. દારૂ પીધા બાદ મહિલાએ માલિકને ગાળો ભાંડવાની શરૂ કર્યું હતું.
ત્યાર બાદ PGના અન્ય લોકોએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા તેમને પણ ગાળો આપવા લાગી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાની દારૂ પીવાના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી જ્યારે સોમવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાયા બાદ તેને જામીન પર છોડી મૂકાઈ હતી.