સુરેન્દ્રનગર: રાજ્યમાં જીવલેણ અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે ફરી મીઠાપુર પર પાસે લિંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગઝારો અકસ્માત થયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


આ પહેલા ગઈકાલે મોડી રાતે લીંબડી-અમદાવાદ હાઇવે રકતરંજિત બન્યો હતો. સુરેન્દ્રનગરના દેવપરા નજીક લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.