અમદાવાદ: અમદાવાદના બોપલમાં આવેલા ઉમિયા માતા મંદિર પાસે BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બેનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


અમદાવાદના બોપલ પાસેના ઘુમા ગામના રહેવાસી વિપુલ ભાભોર અને કલ્પેશ આમલિયા આજે પલ્સર બાઈક લઈને નીકળ્યા હતા. બોપલના ઉમિયા માતા મંદિર પાસે BRTS ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી BRTS બસ સાથે બાઈક અથડાતાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.

વિપુલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કલ્પેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફાકિજામ થઈ ગયો હતો.