અમદાવાદ: પાટણની રાણીની વાવને આગામી 30 તારીખે દેશના વડાપ્રધાન હસ્તે ક્લિન આઇકોનિક એવોર્ડ આપવામા આવશે. પાટણની રાણી વાવનો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળી ચૂક્યુ છે. ત્યારે આગામી 30 તારીખે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે ક્લિન આઇકોનિક અવોર્ડ આપવામાં આવશે.
ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘણી બધી છે પણ એક પણ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હોય તેવું હજુ સુધી બન્યું નથી. મુંબઈ અને દિલ્લી આ માટે અમદાવાદ સાથે સ્પર્ધામાં હતા પરંતુ આ બંને શહેરો ડોઝિયરની મંજૂરી વખતે જ આઉટ થઈ ગયા હતા. અમદાવાદનું ડોઝિયર મંજૂર થતા યુનેસ્કોમાં મોકલાયું હતું. તેની ઇન્સ્પેકશન માટે યુનેસ્કોની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે આજે મળી રહેલા અહેવાલ પ્રમાણે પાટણની રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે.