અમદાવાદ: શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જયમંગલ બસ સ્ટેશન સામે કાર અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે જી.જે. 01, એફટી 2220 નંબરની વેગનઆર કાર અને ગણપત યુનિવર્સિટી(ખેરવાની) જી.જે. 1, સીયી 7777 નંબરની બસ વચ્ચે જયમંગલ બસ સ્ટેશન સામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે.