અમદાવાદ: વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશન અને હોમ ડિલાઈટ કંપનીની સહભાગીદારીથી આજરોજ શહેરમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વાર્ષિક સંમેલન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ધ્યેય પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવાનો હતો. આ સંમેલનમાં અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી તથા અમદાવાદના મેયર બીજલબેન પટેલ હાજર રહ્યા હતા. સંમેલનમાં 400થી વધુ વિતરકો હાજર રહ્યા હતાં.


વેસ્ટ ઝોન ન્યૂઝ પેપર્સ સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા વશરામભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ‘હોમ ડિલાઈટ કંપની સાથે આજરોજ થયેલા બિઝનેસ એસોસિએશનથી અમારા વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધશે અને તેઓની આવડત અને ફાજલ સમયનો તેઓ ઉપયોગ કરી વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. આ સહભાગીદારીથી તમામ વિતરક બંધુઓ ખુશહાલ છે.’

હોમ ડિલાઈટ કંપનીના ચેરમેન પ્રવીણભાઈ ગોરે આ પ્રસંગે જણાવ્યું કે, ‘આજના આ સંમેલનનો મુખ્ય ધ્યેય ન્યૂઝ પેપર્સ એસોસિએશનના વિતરક ભાઈઓની માસિક આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તેની કેળવણી આપવાનો હતો. હોમ ડિલાઈટ કંપની દ્વારા રોજીંદા ઘર તેમજ ઓફિસોમાં જરૂર પડતી રોજીંદી મહત્વની સર્વિસ જેવી કે પ્લમ્બર, એ.સી., આર.ઓ, ઈલેકટ્રીશ્યન, સુથારીકામ, કડિયાકામ, ઊધઈ નિયંત્રણ, સિક્યોરિટી, હાઉસ કિંપીગ, ઘરગથ્થુ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, મિકસર, ઓવન વગેરે જેવી 75થી વધુ સર્વિસ સાથે જોડાઈ તેઓ તેમની આવડત મુજબ તેમની આવકમાં વધારો કરી શકશે.

વર્લ્ડકપ 2019 INDv PAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર

વર્લ્ડકપ 2019: ભારતીય ઓપનરોએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત

વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું