અમદાવાદ: વિરમગામ તાલુકાના જખવાડા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે દારૂની પોટલીનો મુદ્દો ઉછાળ્યો હતો. આ ઉપરાંત આનંદીબેને દારૂબંધીને લઈને કટાક્ષ પણ કર્યો હતો. આનંદીબહેન પટેલ જખવાડાના મહેમાન બન્યા હતા.
આનંદીબેને વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત અને પક્ષીઘરનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન આનંદીબેન પટેલ પોતાના સંબોધન દરમિયાન સ્થાનિક આગેવાનોને પૂછ્યું હતું કે, અહીંયા દારૂ મળે છે? તેમણે શિક્ષણના કાર્યકાળના સંસ્મરણો વાગોળતાં દારૂની પોટલીનો મુદ્દો છેડ્યો હતો.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેને ગામના લોકોને દારૂ ન પીવાની સલાહ પણ આપી હતી. વિરમગામના જખવાડા ગામ એ પક્ષીઘર પ્રવેશદ્વાર એવા કાર્યક્રમોના લોકાર્પણમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન જખવાડા ગામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
દારૂબંધી મુદ્દે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શું કર્યો કટાક્ષ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2020 08:09 AM (IST)
વિરમગામના જખવાડા ગામ એ પક્ષીઘર પ્રવેશદ્વાર એવા કાર્યક્રમોના લોકાર્પણમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન જખવાડા ગામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -