અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે ઝાયડસ કેડિલાની કોરોનાની રસીનું કામ જોવા માટે અમદાવાદ આવ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી ચોપર મારફત ચાંગોદર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા. અહીં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક યુવતીએ બે સાંતાનો સાધે પગે લાગીને સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને આશીર્વાદ આપ્યા હતા. તેમજ બાળકો સાથે વાતચીત કરી હતી. આ યુવતી કેડિલાના ચેરમેન પંકજ પટેલના પરિવારના સભ્ય હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં ભારત બાયોટેકની કવોકોસીન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કરશે. મોદી અહીં દોઢ કલાક જેટલો સમય રોકાશે. ત્યાર બાદ તેઓ પુણે રવાના થશે. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.
અમદાવાદ ખાતે મોદી ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કરશે અને રસી તૈયાર કરનારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરશે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે. હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે.
મોદી અમદાવાદમાં ઝાયડસ પહોંચતા કઈ યુવતીએ બે સંતાનો સાથે પગે પડીને કર્યું સ્વાગત? કોણ છે આ યુવતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Nov 2020 10:13 AM (IST)
ઝાયડસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક યુવતીએ બે સાંતાનો સાધે પગે લાગીને સ્વાગત કર્યું હતું. આ યુવતી કેડિલાના ચેરમેન પંકજ પટેલના પરિવારના સભ્ય હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -