અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ કુખ્યાત આરોપીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો.

એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે.ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે 35 જેટલા અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ચાર મહિલા અધિકારીઓની ટીમમાં સંતોક ઓડેદરા, નેત્મિકા ગોહિલ, શંકુતલા મલ અને અરૂણા ગામેતી સામેલ છે. જોકે મહત્વની વાત એ છે કે, આ આખાં ઓપરેશનમાં ચાર મહિલાઓ સાથે રહીને ઓપરેશન પૂર્ણ કર્યું તે પોલીસ અધિકારીને ઓળખો.

ગુજરાત એટીએસના પીએસઆઈ જીગ્નેશ અગ્રવાતને બાતમી મળી હતી કે કુખ્યાત આરોપી જંગલમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે જીગ્નેશ અગ્રવાતે એક ટીમ તૈયાર કરી જેમાં ચાર મહિલા પીએસઆઈને સામેલ કરવામાં આવી હતી. આખું આપરેશન પીએસઆઈ અગ્રવાત અને ચાર મહિલા અધિકારીના અંડરમાં પાર પાડ્યું હતું.

આ આરોપીને પકડવા માટે પીએસઆઈ જીગ્નેશ અગ્રવાત છેલ્લા ચાર મહિનાથી મહેનત કરી રહ્યા હતાં. આ આરોપી જંગલ વિસ્તારમાં જ રહેતો હતો અને આરોપી દર ચાર દિવસે પોતાનું રહેવાનું ઠેકાણું બદલી નાખતો હતો જ્યારે ધરપકડના ડરના કારણે આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો નહતો. જોકે હ્યુમન સોર્સિસના આધારે પીએસઆઈને બાતમી મળી હતી ત્યાર બાદ તેમણે આખી ટીમ તૈયાર કરી જેમાં પાંચ પીએસઆઈ અને 4 કોન્ટેબલ મળીને કુલ નવ લોકોએ આખું ઓપરેશન પાર પાડ્યું હતું.

જીગ્નેશ અગ્રવાત મૂળ ભાવનગરના વતની છે. જીગ્નેશ અગ્રવાત 2010માં પીએસઆઈ બન્યા હતાં. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા સરપંચ છે. જીગ્નેશ અગ્રવાતે ભાવનગર યુનિવર્સિટીમાંથી બીએ-હિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ત્યારથી જીગ્નેશ અગ્રવાતને પોલીસમાં ફરજ બજાવવાની ઈચ્છા હતાં.