અમદાવાદઃ નવરંગપુરામાં એક યુવતી પ્રેમી સાથે તેના એપોર્ટમેન્ટમાં રંગરેલિયાં મનાવતી હતી. યુવતીએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પ્રણય ત્રિકોણના કેસમાં પહોંચેલી પોલીસને ફ્લેટમાંથી ગાંજો મળી આવતાં પોલીસે પ્રેમી સમીર અશોકકુમાર પંચાલ (ઉં,34)ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, મુજબ સરદાર પટેલ કોલોનીમાં રહેતા યુવકની પત્નિને બીજા યુવક સાથે સેક્સ સંબધ બંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી તેની પત્ની ખાનગીમાં પ્રેમીને મળવા માટે જાય છે એ વાતની તેને ખબર પડી હતી.

યુવકે શુક્રવારે સાંજે પત્નિનો પીછો કરતાં તે સૂર્યવંશ એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં ગઈ હતી. યુવકે પેન્ટહાઉસમાં પહોંચીને દરવાડો ખોલાવતાં પત્નિ પ્રેમી સાથે સેક્સ માણતી ઝડપાઈ હતી. તેણે પોલીસને જાણ કરતાં પોલીસ જોગર્સ પાર્કની ગલીમાં સૂર્યવંશ એપાર્ટમેન્ટમાં ટેરેસ પરના પેન્ટ હાઉસમાં પહોંચી હતી.

પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં 193 ગ્રામ ગાંજો પકડાતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે સમીર પાસેથી રૂપિયા 5790ની કિંમતનો 193 ગ્રામ ગાંજો કબજે લઈ એનડીપીએસ એક્ટ મૂજબ કાર્યવાહી કરી છે. આરોપીએ અસલાલીના અંબાલાલ પાસેથી પોતાના ઉપયોગ માટે ગાંજો લાવ્યાની કબૂલાત કરી છે.