અમદાવાદઃ શહેરના વાસણા ખાતે રહેતી પરિણીતાએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડી લેતા હોબાળો મચી ગઈ હતી. પતિ વટવા ખાતે પ્રેમિકા સાથે ગયો હોવાની માહિતી મળતા પત્ની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સાથે પ્રેમિકાના ઘરે પહોંચી હતી અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. આ યુગલના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિએ બે વર્ષ પહેલા એક યુવતી સાથે સ્પા પાર્લર શરૂ કર્યું હતું. આ યુવતીને ફણ ત્રણ સંતાનો છે. સાથે કામ કરતા હોઈ પતિને આ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા.

આ પછી તે યુવતીના ઘરે પણ જવા લાગ્યો હતો. ઘરે પોતાને કામ છે કહીને યુવતી સાથે મજા કરવા જતો રહેતો હતો. આ પ્રેમસંબંધને કારણે છેલ્લા એક વર્ષથી પત્ની સાથે તેને પતિ-પત્ની જેવા સંબંધો રાખ્યા નહોતા. આમ, પતિથી હરકતોથી કંટાળી પરિણીતાએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપવાનું નક્કી કર્યુ ંહતું.

પતિ પ્રેમિકાના ઘરે જતાં જ યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમ સાથે અડધી રાતે પ્રેમિકાના ઘરે દરોડો પાડ્યો હતો. રેડ કરવા ગયેલી હેલ્પલાઇનની ટીમે દરવાજો ખખડાવ્યાના ઘણા સમયથી પછી દરવાજો ખોલ્યો હતો. તપાસ કરતાં પતિ મળ્યો નહોતો. આ પછી ટીમે તપાસ કરતાં પતિ અંદર છૂપાયેલો મળી આવ્યો હતો.

આમ, પત્નીએ પ્રેમિકા સાથેના રંગમાં ભંગ બાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતો. જોકે, મહિલા હેલ્પલાઇને બંનેને સમજાવ્યા હતા. જોકે, તેઓ સમજવા તૈયાર ન થતા તેમજ પત્નીને પોલીસ ફરિયાદ કરવી હોય તેઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.