અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના અંકિત ટાંકે બુધવારે વહેલી સવારે પોતાના ફ્લેટના સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં મૃતક અંકિતને કંપનીમાં ભારે નુકસાન થયું હોવાના કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પરિવાજનોનાં નિવેદન લીધાં છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, મૃતક અંકિત ટાંક પ્રહલાદનગરમાં ઓફિસ ધરાવતી ગ્રીન ગેઇન એનર્જી સોલ્યુશન નામની સોલર એનર્જીની કંપનીમાં ડિરેકટર હતો. લોકડાઉનના કારણે કંપનીમાં અંકિતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાથી તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. પોલીસને અંકિતના ઘરેથી મોટા પ્રમાણમાં દવાઓ પણ મળી આવી છે. અંકિત શાના માટે આ દવા લેતો હતો તેની પોલિસ તપાસ શરૂ કરી છે. અંકિત અપરીણિત હોવાથી ઘરે એકલો જ રહેતો હતો.