અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે એએમસી દ્વારા માય બાઈક બાદ હવે ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. અમદાવાદીઓને હવે ઈ-બાઈકની ભેટ આપવામાં આવી છે. લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્લાઝા ખાતે ઈ-બાઈકને લીલીઝંડી અપાઈ હતી. જેની તસવીરો સામે આવી હતી.
એએમસી ડેપ્યુટી કમિશનર નિતીન સંગવાનને કહ્યું હતું, કે માય બાઈકની જેમ ઈ-બાઈકનો લાભ લઈ શકાશે. જેના માટે એક મીનિટનો 1.50 રૂપિયો ચૂકવવો પડશે. હાલ 250 જેટલી ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે.
જેના માટે 30 ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. એક ચાર્જિંગ પોઈન્ટમાં ત્રણ કેબીન મળી 12 બેટરી એક સાથે ચાર્જ થશે. એક બેટરી ફૂલ ચાર્જિંગ માટે 4 કલાકનો સમય લાગી શકે છે. એક વાર ચાર્જ કર્યાં બાદ ઈ-બાઈક 60 કિલો મીટર ચાલશે. 25 કિમીની ઝડપે ઈ-બાઈક દોડી શકશે. 120 કિલો વજનની કેપીસીટી ઈ-બાઈકની રહેશે.
ડેપ્યુટી કમિશનર નિતીન સંગવાને કહ્યુ હતું, કે અમદાવાદમાં વિદેશનો કોન્સેપ્ટ અમદાવાદમાં અમલ કરવામાં આવ્યો છે. હેપી સ્ટ્રીટ ખાતે માય બાઈક સાથે ઈ-બાઈકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. યુલું કંપની દ્વારા બનાવવા આવેલ ઈ-બાઈકને મિરિકલ નામ આપવામાં આવ્યું છે.
યુલું નામની એપ્લિકેશનની મદદથી ઈ-બાઈક અને ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટ કરી શકાશે. ઈ-બાઈકની સર્વિસ માટે પણ એપ્લિકેશનની જ મદદ લેવી પડશે. ઈ-બાઈકને અડતાં જ કારમાં વાગે તેમ સેન્સર વાગે છે. ઈ-બાઈકમાં હોર્ન બટન અને બેટરી ડિસ્પ્લે રાખવામાં આવી છે જે ડિસ્પ્લેથી બેટરી કેટલી ઉપયોગ થઈ અને કેટલી બાકી તે જાણી શકાશે. સ્પીડ સહિતની વિગત પણ જોઈ શકાશે.
નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2020 08:51 AM (IST)
માય બાઈકની જેમ ઈ-બાઈકનો લાભ લઈ શકાશે. જેના માટે એક મીનિટનો 1.50 રૂપિયો ચૂકવવો પડશે. હાલ 250 જેટલી ઈ-બાઈક શરૂ કરવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -