અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ઐતિહાસિક દાંડી યાત્રાના 90 વર્ષના અવસર પર કોંગ્રેસ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કાઢશે. આ યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. 386 કિલોમીટરની યાત્રાનું સમાપન દાંડીમાં થશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થશે.
યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહીને 9 કિલોમીટર ચાલશે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ જે રસ્તા પર યાત્રાની શરૂઆત કરી હતી તે રસ્તે રાહુલ ગાંધી ચાલશે. પ્રાર્થના સભા પૂરી થયા બાદ યાત્રાનું પ્રસ્થાન કરાવાશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પહેલા દિવસે યાત્રાનું નેતૃત્વ કરશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 1 એપ્રિલે પદયાત્રામાં સામેલ થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ પદયાત્રામાં ભાગ લેશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે એબીપી ન્યૂઝને જણાવ્યું, ગાંધીજીની જન્મજયંતિના 150 વર્ષ અને દાંડી યાત્રાના 90 વર્ષના અવસર પર બાપુના સિદ્ધાંતોને યાદ કરવાનો સમય છે. દાંડી યાત્રા દરમિયાન અમે ગાંધીજી સાથે જોડાયેલી કથાઓ અને તેમના મૂલ્યો પર વિચાર કરીશું. આ યાત્રમાં દેશભરના કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હિસ્સો લેશે.
26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતે
ફાઈનલમાં શેફાલી વર્માને કેવી રીતે રોકશો ? આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાને જણાવી ટ્રિક
રાહુલ ગાંધી આવશે ગુજરાત, દાંડી યાત્રામાં લેશે ભાગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2020 08:12 PM (IST)
યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહીને 9 કિલોમીટર ચાલશે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ જે રસ્તા પર યાત્રાની શરૂઆત કરી હતી તે રસ્તે રાહુલ ગાંધી ચાલશે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -