આણંદ: જિલ્લાના ઉમરેઠમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. મૃતક બાળકીનું નામ માન્યા હેમનાણી છે. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે એકટીવાને અડફેટે લીધુ હતું. ટક્કર માર્યા બાદ ચાલક ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો. એક્ટીવા ચાલક મહિલા તેની બાળકીને ઉમરેઠની સેન્જીવિયર્સ હાઈસ્કૂલમાંથી લેવા ગઈ હતી. જે બાદ બહાર નીકળતા સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા અને બીજા બાળકને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પાંચ વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.


 જાહેર પરીક્ષામાં ચોરી કરી તો મર્યા સમજો, જાણો કેટલા વર્ષની થશે સજા?


પેપર લીક કૌભાંડીયાની હવે ખેર નથી. રાજ્યમાં સરકારી ભરતી એજંસી દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં પેપર ફૂટી જવાના મુદ્દાની તપાસ કરીને ગૃહ વિભાગને ભલામણ કરાઈ કે પ્રશ્ન પત્રો ફૂટી જવાના વિરુદ્ધ ખાસ કાયદો  અધિનિયમન કરી સત્વરે પ્રશ્ન પત્રો ફૂટી જવાના મુદ્દાનો ઉકેલ જરૂરી હોવાથી આવી પ્રવૃતિઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત જાહેર સેવા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023 તૈયાર કરાયો છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા પાછળનો તમામ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે. વિધેયકમાં બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્રની જોગવાઈનો સમાવેશ છે.


વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.


23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો


વ્યવસ્થાપક મંડળ, સંસ્થા કે અન્ય થકી કરવામાં આવતાં ગુના સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. મદદ કરવા પર મનાઈ, ગુનો અને તેની શિક્ષા દોષિત ઠરેથી બાકાત રાખવાનો પણ સમાવેશ છે. 23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો છે. પેપર લીક દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ માટે જાહેર પરીક્ષાથી બાકાત રખાશે. પેપર લીક કે કાવતરું કરનાર દોષીની જંગમ, સ્થાવર મિલ્કતનું વેચાણ કરી વસૂલાત કરવામાં આવે તેવી પણ જોગવાઈ છે.
















વિધેયક 2023ના અધિનિયમ હેઠળ ગુનાની તપાસ પીઆઈ કે તેમનાથી ઉચ્ચ અધિકારીથી કરાવવાની જોગવાઈ છે. ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા, 1 લાખથી વધુના દંડની જોગવાઈ છે. પરીક્ષાનું સુપરવિઝન કરતાં વ્યક્તિઓને ફરજમાં અડચણ કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. જાહેર પરીક્ષામાં કોઈ વ્યક્તિ કાવતરું કરે તો પાંચથી દસ વર્ષની જોગવાઈ છે.


ભરતી કરવા માટે જાહેર સત્તા મંડળોએ હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા યોગ્ય પારદર્શક અને જવાબદાર હોવી જોઈએ તેવુ મનાઈ પણ રહ્યું છે ત્યારે માત્ર વહીવટી કાર્યપદ્ધતિથી નહીં પરંતુ ન્યાયતંત્રના સિદ્ધાંત તરીકે સંવેધાનિક ફરજમાં તેનો સમાવેશ કરવામાં આવતો હોવાથી જાહેર મંડળોએ વ્યાજબી કામગીરી કરવી પડે તે જરૂરી બન્યું છે.રાજ્ય સરકારની જગ્યાઓ પર ભરતી બાબતોમાં પેપર ફૂટી જવાથી સામાન્ય લોકોમાં વિશ્વાસઘાત થાય છે અને વિશ્વાસનિયતા પર પણ પ્રતિકુળ અસર થાય છે, સાથે જ પરીક્ષા રદ્દ કરવી પડે છે ત્યારે રાજ્યને મોટો વહીવટી ખર્ચ પણ સહન કરવો પડે છે..અપ્રમાણિક સાધનો અને કાર્રવાઈના કારણે ભરતી પ્રક્રિયામાં વારંવાર બાંધછોડ કરવામાં આવે છે ત્યારે કમનસીબે આ મુદ્દાએ સંગઠિત ગુનાઓ પણ થવા લાગ્યા છે અને તેનાથી જ ભ્રષ્ટ લોકો મોટાપાયે નાણાકીય લાભ લઈ જાય છે...એટલે જ આ સમાજ સાથે મોટો ગુનો છે.. આથી જ જાહેર જગ્યાઓ પરની પસંદગી પ્રક્રિયાની શુદ્ધતામાં લોકોમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપીત કરવા જાહેર ભરતી પ્રક્રિયામાં બિન વિવાદિત વિશ્વાસનિયતા સુનિશ્ચિત કરવા માટે વિધેયક લાવવામાં આવી રહ્યો છે.