Anand News: આણંદના વિદ્યાનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, વિદ્યાનગરમાં ફેવરીટ હોટેલના 203 નંબરના રૂમમાં ઘટના બની હતી. આણંદમાં રહેતા પતિએ પત્નીની હત્યા કરી હતી. જોકે પતિએ કયા કારણોસર પત્નીનું કાસળ કાઢ્યું તેને લઈ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. પતિએ પત્નીની હત્યા બાદ ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિએ ખુદ 100 નંબર પર પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પત્નીનું નામ સેજલ બેન દવે અને પતિનું નામ કોટેશ્વર દવે હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
વડોદરામાં ઘર પાસે આવીને ગાળો નહીં બોલવાનું કહેતા પિતા અને પુત્ર એ યુવક પર હુમલો કર્યો હતો. લુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસથી લોકોએ આવી યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘવાયેલા યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા વિસ્તારમાં આવેલા જય ભોલે નગરમાં રહેતા પ્રજ્ઞેશ હરીશ રોહીતે પોલીસ ફરિયાદ નોધાવી છે કે સોમવારે રાત્રીના જમી પરવારી હુ મારા ઘરે હાજર હતો. તે દરમિયાન છેલ્લા બે ત્રણ દીવસથી અમારી પાછળ રહેતા દીલીપ પટેલ અમારા ઘર સામે આવીને રોડ ઉપર રાત્રીના તેના મોબાઇલ વડે કોઇને ગાળો બોલતો હતો. જેથી મે તેઓને તમારે જેની સાથે ઝઘડો હોય તેઓને ત્યા જઈને ગાળો આપો હતો. દરમિયાન તેઓ ઉશ્કેરાઇ ગયો હતો મને જણાવેલ કે તુ વધારાનુ બોલતા નહીં તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ. આ દરમિયાન તેનો દીકરો હાથમા મસાલો વાટવાનો દસતો તે મારા માથાના આગળના ભાગે કપાળની ઉપર મારી દીધો હતો. જેથી મે લોહી લુહાણ હાલતમાં બુમો પાડતા આજુ-બાજુથી માણસો ભેગા થઇ ગયેલા અને મારી મમ્મી તથા મારી મોટી બહેન સુનીતા પણ ત્યા આવી ગયા હતા ભેગા થયેલા લોકોએ તેના મારમાથી મને બચાવ્યો હતો. હુમલો કરનાર પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.