Kiran Patel News: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ કરવામાં આવી છે. માલિની પટેલની ક્રાઈમ બ્રાંચે નડિયાદથી ધરપકડ કરી હતી. તેની સામે મકાન પચાવી પાડતાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલે હવાતિયાં મારવાનું શરૂ કર્યું હતું. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. વર્ષ 2022માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. ઠગ કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.
ક્યાંનો છે રહેવાસી કિરણ પટેલ
ઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે. તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે. છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહેતો હતો. નાજ ગામમાં તમામને ત કેન્દ્ર સરકારે કાશ્મીરમાં તેની નિમણૂક કરી છે તેમ કહેતો હતો અને ગામના પ્રસંગ સમયે નાજ ગામમાં હાજરી આપતો હતો. વિધાનસભાની ચૂંટણીમાં નાજ ગામમાં જ કિરણ પટેલે મતદાન કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતા હતા. તેમણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં તે બડગામના દૂધપથરી ખાતે બરફ પર ચાલતા જોઈ શકાય છે. આ સિવાય તે શ્રીનગર ક્લોક ટાવર અને ઉરીમાં એલઓસી પાસે સુરક્ષા દળો સાથે પોઝ આપતાં પણ જોઈ શકાય છે.
કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ કર્યો ન હતો, પરંતુ બડગામમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી દીધું. જે બાદ તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
Kiran Patel: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, રિનોવેશનના નામે બંગલો પડાવી લીધો