Bhavnagar Accident News: રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતા. જે બાદ તમામને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય યુવકો વાવડી ગામેથી સીમંત પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં નિલેષ અને અનિલ નામના યુવાનનું મોત નીપજ્યું છે, ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.




વડોદરામાં રોંગ સાઈડ આવતી કાર બાઈક સાથે અથડાતા મારામારી થઈ હતી. મૂળ પંચમહાલના કણજી પાણી ગામે રહેતો અને હાલ ડભોઈ રોડ રતનપુર પાસે અક્ષર સિટીમાં રહેતો જીગ્નેશ દિનેશભાઈ બારીયા રતનપુર ખાતે એકતા ફાઉન્ડેશનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. સંસ્થાના ડાયરેક્ટરે તેમને ફોન કરીને સયાજી બાગ ખાતે વૃક્ષના રોપા ભરવા માટે ગાડી લઈને બોલાવ્યો હતો. જેથી  તેઓ ગાડી લઈને ગયા હતા તેની સાથે સંસ્થાના કેરટેકર ભાવનાબેન નાયકા પણ હતા. જેલ રોડથી કમાટીબાગ તરફ જતા રસ્તો જોયો ન હોવાથી તેઓ ભૂલા પડી ગયા હતા અને ત્યારબાદ કાલાઘોડા સર્કલથી યુટર્ન લઈને પરત બરોડા ઓટો મોબાઇલ ત્રણ રસ્તા પંચમુખી હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, આ દરમિયાન એક બાઈક સવાર અમારી કારની આગળ આવી ગયો હતો તે નીચે પડી જતા તેને  ઊઠીને મારા પર હુમલો કરી મારું ગળું પકડી લઈ મને મારવા લાગ્યો હતો. દરમિયાન લોકો ભેગા થઈ જતા આ બાઈક ચાલકને દૂર કર્યો હતો અને પોલીસ આવી ગઈ હતી. જે બાદ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાઈક ચાલક કુણાલ સિંઘની સામે રાવપુરા પોલીસે ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ આધારે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે કુણાલ સિંઘે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા ઘરેથી નીકળી રાજમહેલ રોડ જતો હતો તે દરમિયાન પંચમુખી હનુમાનજી મંદિર તરફથી રોંગ સાઈડ પર એક કાર આવીને મારી બાઈક સાથે અથડતા હું નીચે પડી ગયો હતો પોલીસે બંને ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.