Gujarat Monsoon: વરસાદમાં સેલ્ફી લેવા જતા યુવતી- યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરથી  સામે આવ્યો છે. મહુવા શહેરમાં ચાલુ વરસાદમાં અગાસી પર સેલ્ફી લેવાના ચક્કરમાં 19 વર્ષીય યુવતીનો પગ લપસી જતા મોતને ભેટી છે. મહુવાના યોગી ફ્લેટમાં રહેતી સ્વાતિ નામની યુવતી ગઈકાલે પડેલા વરસાદમાં અગાસી પર ન્હવા માટે ગઈ હતી એ દરમિયાન વિડિઓ સેલ્ફી લેવાના ચક્કરમાં આઠમાં માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


મહુવા પર મેઘો ઓળઘોળ


મહુવા ઉપર આ વર્ષે પણ મેઘરાજા ઓળઘોળ હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો.  જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જાણે વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ગત 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, જાણીએ ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો.


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં  સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને  ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.


24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ

  • સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ

  • વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ

  • જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ

  • ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ

  • ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ

  • મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ

  • જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

  • નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ

  • વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ

  • માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ

  • તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ