Bharatpur Accident News: રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે NH 21 પર સ્થિત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હંત્રા પુલ પર આ અકસ્માત થયો હતો.


મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા જવા માટે જઈ રહી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો અને ઘાયલો ભાવનગરના રહેવાસી છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે કોઈ અજાણ્યા વાહને પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતાં લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


જયપુર-આગ્રા નેશનલ હાઈવેના હંતારા પુલ પર બસ ખોટકાઈ હતી. લખનપુર વિસ્તારમાં અંતરા ફ્લાયઓવર પર ડ્રાઈવરે બસને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે જ પાંચ પુરૂષો અને છ મહિલાઓના મોત થયા હતા.


પોલીસ કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં અંતુ, નંદરામ, લલ્લુ, ભરત, લાલજી, તેમના પત્ની મધુબેન, અંબાબેન, કમ્બુબેન, રામુબેન, અંજુબેન અને અરવિંદની પત્ની મધુબેનનું મોત થયું હતું. તે ભાવનગરના રહેવાસી હતા.




આ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો ભાવનગરના રહેવાસી છે. અકસ્માતની માહિતી મળતાં લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.






આ અકસ્માતની પુષ્ટિ કરતા એસપી ભરતપુર મૃદુલ કાછવાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત ભારતના જયપુર-આગ્રા હાઈવે પર હંતારા પાસે થયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ગુજરાતના ભાવનગરથી યુપીના મથુરા જઈ રહ્યા હતા. ઘાયલોની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે