Bhavnagar News:

  ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. સિહોર નજીકના રાજપરા ગામે યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. બંને મૃતક સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને સગીર પ્રેમી પંખીડા એક જ ગામના હોવાનું સામે આવ્યુ છે. બંનેની લાશને પીએમ અર્થે સિહોર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરામાં ગુમ યુવતિની કેનાલમાંથી લાશ મળી


વડોદરાના જરોદ પાસે આમલીયારા ગામમાં રહેતી યુવતી રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ ગયા બાદ તેની લાશ સમા કેનાલમાંથી મળી હતી.  આમલીયારા ગામમાં રહેતી ૧૯ વર્ષની પ્રેરણા ખરગપાલ શર્મા આજવારોડ ખાતે આવેલી નિર્મલા ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં દોઢ વર્ષથી નોકરી કરતી હતી. ત્રણ દિવસ પહેલા નોકરી પર જવા માટે નીકળ્યા બાદ પરત ફરી ન હતી જેથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો પત્તો નહી મળતાં જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રેરણા ગુમ થઇ હોવાની ફરિયાદ આપવા ગયા હતાં પરંતુ ત્યાંથી પોલીસે શહેર પોલીસમાં પરિવારજનોને મોકલતા બાપોદ પોલીસે ગુમ થઇ હોવાની નોંધ કરી હતી. દરમિયાન સમા કેનાલમાંથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશની ઓળખ માટે ફતેગંજ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતાં તેની જાણ પરિવારને થતાં પરિવારના સભ્યો લાશને ઓળખવા માટે દોડી ગયા હતાં અને પ્રેરણાની લાશને ઓળખી કાઢી હતી. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતાં કે મૃતકની એક યુવાન સાથે મિત્રતા હતા અને તેની સાથે તે ગયા બાદ આ ઘટના બની હોવાની શંકા છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.


ગુજરાતમાં કોરોનાના કેસની શું છે સ્થિતિ


ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1179 પહોંચ્યો હતો. જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું.


આ પણ વાંચોઃ


Custodial Death: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 189 કસ્ટોડીયલ ડેથ થયાની સરકારની વિધાનસભામાં કબૂલાત


India Corona Cases: ભારતમાં ફરી ડરાવી રહ્યા છે કોરોના આંકડા, એક્ટિવ કેસની સંખ્યા 8 હજાર નજીક