Bhavnagar:   ભાવનગરમા ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને ડુંગળી માર્કેટયાર્ડમાં ન લાવવા માટે અપીલ કરી છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા ભાવનગર માર્કેટિંગ યાર્ડે આ નિર્ણય લીધો હતો.


ડુંગળીની સીઝન વખતે જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળી ન લાવવા જાણ કરવામાં આવી હતી. સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયના કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેવું કરીને ડુંગળીનો સારા ભાવ મળી રહે તેવી આશા સાથે ખેડૂતોએ ડુંગળીની સીઝન પૂર્ણ કરી છે. પરંતુ સરકારના નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધના કારણે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોની ડુંગળી યાર્ડમાં રામ ભરોસે બગડી રહી છે.


દેશભરમાંથી ડુંગળીની નિકાસ પર રોક લાગતા દેશમાં ડુંગળીના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં એક જ દિવસમાં 300 રૂપિયા સુધીનું ગાબડુ પડ્યુ છે. રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યુ છે, એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 300 રૂપિયાનું ગાબડુ પડ્યુ છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/-થી લઈને 400/-સુધીના બોલાયા છે. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000/-કટ્ટા જેટલી જંગી થઈ હતી, જેના કારણે આવક બંધ કરાઈ છે. ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ના કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો છે. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 


ડુંગળીના ભાવમાં મોટો કડાકો, જાણો શું છે કારણ


રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ડુંગળીના ભાવમાં રૂપિયા 300નું ગાબડું પડ્યું છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી લઈને 400 સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000/-કટ્ટા જેટલી જંગી થઈ હતી,જેના કારણે આવક બંધ કરાઈ હતી. ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ કર્યો યાર્ડ સતાધીશોએ અનુરોધ કર્યો છે. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.


સૌરાષ્ટ્રના સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની તાત્કાલિક નિકાસબંધી કરતા હરાજી બંધ કરવામાં આવી છે. આજે મહુવા માર્કેટિંગ યાર્ડ માં 50000 ગુણીની આવક થઈ છે. વેપારી ડુંગળી ખરીદવા કે ખેડૂત વેચવા તૈયાર ન હોવાથી યાર્ડ દ્વારા હરાજી બંધ કરવામાં આવી છે. હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ચેરમેન ની ઓફિસ પર એકઠા થઈ રહ્યા છે, તળાજા, ગારીયાધાર, જેસર, પાલીતાણા, રાજુલા સહિતના તાલુકા અને ગામડાઓમાંથી ડુંગળી લઈને ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે.