Bhavnagar Crime News: રાજ્યમાં જેમ જેમ શિયાળાની ઋતુ જામી રહી છે, તેમ તેમ રાત્રિના સમયે ચોરીના કેસોમાં વધારો થઇ રહ્યો છે, અમદાવાદ, મહેસાણા અને સુરત બાદ હવે ભાવનગરમાં પણ મંદિરામાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના સિહોરમાં ચોર ગેન્ગ આતંક મચાવતા એક મંદિરમાં 10 લાખથી વધુની ચોરી કરીને ફરાર થઇ ગઇ છે, જોકે, સતત વધી રહેલા ચોરીના બનાવો મામલે પોલીસ એકદમ નિષ્ક્રિય દેખાઇ રહી છે. હજુ સુધી એક પણ ચોર પોલીસના હાથે લાગ્યો નથી.


મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લામાં ચોરીના કેસોમાં વધારો આવી રહ્યો છે, અને પોલીસ આ અંગે મૌન ધારણ કરીને બેસી છે, પ્રૉબેશનલ પીઆઇ પર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. જિલ્લાના સિહોર તાલુકામાં ચોર ગેન્ગનો આતંક વધ્યો છે. સિહોરની ચોર ગેન્ગ મંદિરોને નિશાનો બનાવીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી રહી છે, હાલમાં જ સિહોરના મોટા સુરકા અને સણોસરા ગામમાં એક મંદિરમાંથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ છે, અને પોલીસ આ અંગે કોઇપણ કાર્યવાહી નથી કરી રહી, હજુ સુધી એકપણ ચોર પોલીસના હાથે લાગ્યો નથી. છેલ્લા 10 દિવસથી જિલ્લામાં ચોરીના બનાવો એક પછી એક બની રહ્યાં છે. હાલમાં સિહોરના નવા પ્રૉબેશનલ પી.આઇ. હરદીપસિંહ સોઢા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ચોરીના બનાવોથી ચોર ગેન્ગ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેમ દેખાઇ રહી છે.


ગોંડલમાં શ્વાનનો આતંક, મંદિરે આવતા-જતા 30થી વધુ ભક્તોને બચકાં ભર્યા


ગુજરાતમાં શ્વાનનનો આતંક સતત વધી રહ્યો છે. રાજ્યામાં શ્વાન કરડવાના કિસ્સામાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લામાં બે દિવસે 30થી વધુ લોકોને શ્વાન કરવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ગોંડલના ભુવનેશ્વરી મંદિર પાસે શ્વાનનો આતંક વધ્યો છે, અહીં છેલ્લા બે દિવસમાં શ્વાને 30 જેટલા લોકોને બચકા ભર્યા છે, અહીંથી પસાર થતાં રાહદારીઓ અને ખાસ કરીને મંદિરે દર્શને આવતા ભક્તોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનના બચકા ભરવાની ઘટનાથી આખા વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે, તંત્ર અને પોલીસ દ્વારા કોઇ નક્કર ઉકેલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.


શ્વાન કરડવા પર દરેક દાંતના નિશાન પર આપવો પડશે આટલો દંડ, હાઈકોર્ટનો આદેશ


પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓના પીડિતોને વળતર આપવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે કહ્યું કે કૂતરો કરડવાના કિસ્સામાં, દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયાનું વળતર નાણાકીય સહાય તરીકે આપવું પડશે. જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે રખડતા પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ દ્વારા અનુસરવા માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી.


કોર્ટે શું કહ્યું?


કોર્ટે કહ્યું, કોઈ રખડતા અથવા જંગલી જાનવરના કારણે થયેલા અકસ્માતની માહિતી મળવા પર, સ્ટેશન ઈન્ચાર્જે કોઈપણ વિલંબ કર્યા વિના ડેઈલી ડાયરી રિપોર્ટ દાખલ કરવો પડશે. પોલીસ અધિકારી કરેલા દાવાની ચકાસણી કરશે અને સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરશે. ઉપરોક્ત અહેવાલની નકલ વાદીને આપવાની રહેશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ પણ આપ્યો હતો.


કેટલા સમયમાં ચૂકવવું પડશે વળતર


કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પ્રશાસનને રખડતા ઢોર અથવા પ્રાણીઓ દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવા માટે પણ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું, જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કરવામાં આવે ત્યારથી ચાર મહિનાની અંદર સમિતિઓ દ્વારા વળતરનો નિર્ણય લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે અને તેની પાસે રહેશે. તેને રાજ્ય અથવા ખાનગી વ્યક્તિની દોષિત એજન્સીઓ પાસેથી વસૂલ કરવાનો અધિકાર રહેશે.