Diwali firecracker accident: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં પાર્ક કરેલી એક CNG Swift Dzire કારમાં ફટાકડાના કારણે બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં નજીકમાં ફટાકડા ફોડી રહેલી એક નાની બાળકીને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના દિવાળી સમયે નાના બાળકો અને બહાર કાર પાર્ક કરતા લોકો માટે એક ચેતવણીરૂપ છે. વાહન માલિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દિવાળી દરમિયાન તેમના વાહનોને ફટાકડાથી દૂર સુરક્ષિત સ્થળે પાર્ક કરે અને બાળકોને ફટાકડા ફોડતી વખતે યોગ્ય સાવચેતી રાખે.


દિવાળીમાં આ રીતે કારનું ધ્યાન રાખો


દિવાળીમાં ફટાકડા ફોડવાનો ક્રેઝ જોવા મળે છે. આવી સ્થિતિમાં જેમની પાસે કાર કે વાહન છે તેમણે દિવાળી દરમિયાન ખાસ કાળજી લેવાની જરૂર છે. જો તમારી પાસે પણ કાર, બાઇક કે સ્કૂટર છે તો દિવાળી દરમિયાન કારની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ફટાકડા ફોડવા દરમિયાન કાર કે અન્ય કોઈ વાહનને નુકસાન થવાની સંભાવના છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ફટાકડાની વચ્ચે તમારા પ્રીમિયમ અને ખાસ વાહનોને બચાવી શકો છો.




બોડી કવરનો ઉપયોગ ન કરોઃ કારને ધૂળ-ગંદકી અને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે કવર કરીને રાખવી સારું હોય છે. જોકે, દિવાળી દરમિયાન આવું ન કરો. કારના બોડી કવર સામાન્ય રીતે પ્લાસ્ટિક કે કપડાંમાંથી બનેલા હોય છે અને તે સરળતાથી આગ પકડી શકે છે. જો તેના પર મીણબત્તી કે ફટાકડાની ચિનગારી પહોંચે, તો આગ લાગવાનું જોખમ રહેશે.


ફાયર એક્સટિંગ્વિશર સાથે રાખો: કારની અંદર હંમેશા એક નાનું અગ્નિશામક યંત્ર હોવું જોઈએ. દિવાળી જેવા પ્રસંગોએ તેની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બને છે. નાની-મોટી આગને વધતી અટકાવવા માટે ફાયર એક્સટિંગ્વિશર કામ આવે છે. માત્ર રાખવાથી કામ નહીં ચાલે, તમારે તેને વાપરતા પણ આવડવું જોઈએ.


સેફ જગ્યાએ પાર્ક કરો: કાર માટે યોગ્ય અને સુરક્ષિત પાર્કિંગ સ્પોટ શોધવું થોડું પડકારજનક હોઈ શકે છે, પરંતુ આવું જરૂર કરો. ખુલ્લામાં ગાડી પાર્ક ન કરો, કારણ કે ફટાકડાની એક નાની ચિનગારી પણ તમારી કારને બાળી શકે છે. તહેવારની સીઝનમાં કારને સુરક્ષિત પાર્કિંગમાં જ રાખો, ભલે તેના માટે પૈસા કેમ ન ચૂકવવા પડે.


વિન્ડો બંધ રાખો: દિવાળી દરમિયાન ગાડીની વિન્ડો ખુલ્લી રાખવી, થોડું નુકસાનકારક હોઈ શકે છે. શહેરી વિસ્તારોમાં ગાડીની વિન્ડો ખુલ્લી રાખીને ડ્રાઇવ કરવાથી ધૂળ-ધુમાડો અને ફટાકડાની ચિનગારી કારની અંદર આવી શકે છે, જે ગાડી સાથે તમને પણ નુકસાન પહોંચાડશે.


આ પણ વાંચોઃ


8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલનો કરો ઉપયોગ, મ્યુચ્યુઅલ ફંડથી 1 કરોડ રૂપિયા ઝટપટ જમા થઈ જશે